Monday, 20 August 2018




૧૯/ઓગસ્ટ /૨૦૧૮

એક શૂન્યતા વ્યાપી ગઈ છે તારા જવાથી 
વિચાર્યું ન હતું કે  તું આપ ધોકો આપીશ 


યાર તને જીત નામ આપ્યું હતું. અને તું હારી ગઈ. હવે મારું હિન્દી કોણ સુધારશે. હવે મારા નક્કામાં જોક્સ પર જોર જોરથી કોણ હસશે. ગોવા જવાનો વાયદો કર્યો હતો , મસ્તી તોફાન કરવાના હતા. હંમેશ કહેતી હતી હુ જલ્દી મળીશ . બોલ હવે ક્યાં શોધું? 
 હું બહુ સાધારણ વ્યક્તિ છુ જીત. બસ પ્રેમ કરતા જાણું છુ. તું મારી બહું જ  નજીકની મિત્ર છો. અને રહીશ.  બસ તારી યાદ હંમેશ રહેશે. 











Thursday, 2 August 2018

કોઈ હૃદય તોડે ત્યારે હંમેશ રડી લેવું, આંસુ ધ્વારા એ વ્યક્તિ પણ હૃદયમાં થી નીકળી જાય, પછી શાંતિથી જીવી શકાય. 
નીતા કોટેચા"નિત્યા"